મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઉપલેટા પાસે પાટણવાવમાં ધોધમાર વરસાદ, ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો

Rajkot News : રાજકોટના ઉપલેટા પાસે આવેલા પાટણવાવમાં ધોધમાર વરસાદ થતા ઓસમ ડુંગર પરથી વહેતા ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થય

VIDEO : ઉપલેટા પાસે પાટણવાવમાં ધોધમાર વરસાદ, ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો

Rajkot News : રાજકોટના ઉપલેટા પાસે આવેલા પાટણવાવમાં ધોધમાર વરસાદ થતા ઓસમ ડુંગર પરથી વહેતા ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વરસાદથી ઓસમ ડુંગર લીલીછંમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો પર્યટકોએ મોબાઇલમાં કેદ કર્યો છે. મહત્ત્વનું છે કે ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો