VIDEO: માંગરોળ કેશોદ માર્ગ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે માંગરોળ અને કેશોદ પંથકમાં પૂર જેવી સ્થિતિ

જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે માંગરોળ અને કેશોદ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને લીધે માંગરોળ-કેશોદ રૂટ પર પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. આ માર્ગ મુખ્યત્વે સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળોને જોડતો હોવાથી પર્યટકો અને સ્થાનિક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને નોળી નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે વલ્લભગઢ નજીકનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને NDRFની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. મુસાફરોને અત્યંત જરૂરિયાત વગર મુસાફરી ટાળવા તેમજ સુરક્ષિત માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.




