મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:જલધારા વોટરપાર્કમાં 'એક્વા યોગા' અને 'વોટર ગરબા

અમદાવાદના કાંકરિયા સ્થિત જલધારા વોટરપાર્કમાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૭૦થી વધુ યોગ

અમદાવાદના કાંકરિયા સ્થિત જલધારા વોટરપાર્કમાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ૭૦થી વધુ યોગવીરોએ પાણીની અંદર યોગાભ્યાસ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મણિનગરના 'ઓમ ધ થર્ડ આઈ યોગા'ના ૫ થી ૭૦ વર્ષના સહભાગીઓએ કોચ કલ્પના પેનીકરના માર્ગદર્શન હેઠળ પાણીમાં જટિલ આસનો અને સંગીતના તાલે ગરબા રમીને સ્વાસ્થ્યનો અનોખો સંદેશ આપ્યો હતો. સવારે ૭ થી ૯ દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમે શહેરીજનોને પાણીમાં પણ યોગ દ્વારા સ્વસ્થ રહેવાની અનોખી પ્રેરણા આપી હતી.

આ સમાચાર શેર કરો