VIDEO: આપના નેતા ગોપાલ રાયે ભરૂચ જીલ્લા પ્રમુખ પિયુષ પટેલની મુલાકાત લીધી
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગોપાલ રાયે પરિવારને કાયદાકીય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે રાજકીય દ્વેષભાવથી આપ કાર્યકરો સામે ખોટા કેસ નોંધીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે. ચૈતર વસાવાની લડાઈમાં સાથ આપનારાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પિયુષ પટેલ સહિત ત્રણ આપ આગેવાનો ઝઘડિયા ખાતેની મારામારી અને ટ્રેસપાસિંગના કેસમાં જેલમાં છે.




