VIDEO: દાંતીવાડા ડેમમાં પાણીની આવક અટકી, ખેડૂતો ચિંતિત
રાજ્યભરમાં ચોમાસુ બેઠુ છે..પરંતુ ઉત્તર ગુજરાત પર હજુ મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી નથી..ત

રાજ્યભરમાં ચોમાસુ બેઠુ છે..પરંતુ ઉત્તર ગુજરાત પર હજુ મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી નથી..ત્યારે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની નવી આવક શૂન્ય થતાં હવે સમગ્ર જિલ્લાના ખેડૂતોની નજર માત્ર ઉપરવાસના વરસાદ પર ટકી છે. ગુજરાતના અન્ય જળાશયોમાં પાણીની સપાટી વધી રહી છે, પરંતુ દાંતીવાડા ડેમમાં હાલમાં માત્ર ૨૬.૨૨ ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે મુખ્યત્વે પીવા માટે જ સીમિત છે. રાજસ્થાનના સિરોહી, અંબાજી પંથક અને બાલારામ નદી પટમાં વરસાદની અછતને કારણે આ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જો આગામી દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ નહીં થાય તો સિંચાઈ માટે પાણી છોડવું અશક્ય બનશે, જેથી શિયાળુ અને ઉનાળુ પાકના ભવિષ્યને લઈ ખેડૂતો ચિંતિત છે.




