VIDEO:બોડેલી-હાલોલ રોડ પર ખાખરીયા પાસે ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ
બોડેલી પંથકમાં પડી રહેલા ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પર ખાખરીયા ગા

બોડેલી પંથકમાં પડી રહેલા ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પર ખાખરીયા ગામ નજીક બનાવેલું કામચલાઉ ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ખાખરીયા ગામ પાસે કોતર પર નવા પુલનું બાંધકામ ચાલુ હોવાથી વાહનવ્યવહાર માટે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ કોતરમાં પાણીનું સ્તર વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેના પરિણામે બોડેલી-હાલોલ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે..




