VIDEO: અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં નોકરી અપાવવાનું સૌથી મોટું કૌભાંડ સુરેન્દ્રનગરમાંથી ઝડપાયું
VIDEO: રાજ્યમાં વિવિધ કૌભાંડ સામે આવતા હોય છે. પરંતુ સુરેન
VIDEO: રાજ્યમાં વિવિધ કૌભાંડ સામે આવતા હોય છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જોરદાર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં નોકરી અપાવાનું કૌભાંડ સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર તરીકે કમિશનરના રાઈટર તરીકે નોકરી અપાવવાની લાલચે 7 જેટલા અરજદારો પાસેથી 35 લાખથી વધુની રમક પડાવવામાં આવી છે. જેથી આ સમગ્ર કૌભાંડ અંગની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર પોલીસે આખું કૌભાંડ આચરનાર કાનજી કુણપરા અને કિરણ સરવાણિયાની અટકાયત કરી લીધી છે. ખોટા લેટરપેડ બનાવી અને ખોટી સહીઓ કરી કચેરીમાં નોકરી પણ આપી દેવામાં આવી હોવાનો ધડાકો કર્યો હતો. જેથી અનેક લોકો આવી લોભામણી લાલચમાં આવી જઈને ભોગ બની ગયા હોવાનું સામે આવ્યું છે. ભોગ બનેલા લોકોને સુરેન્દ્રનગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.




