મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :વિસનગર લીંક રોડ પર હાઈટગેજ સાથે અકસ્માતોની હારમાળા

મહેસાણાના વિસનગર લીંક રોડ પર ગત રાત્રે ખાટલા ભરેલો એક છોટા હાથી ટેમ્પો હાઈટગેજ એંગલ સાથે જો

મહેસાણાના વિસનગર લીંક રોડ પર ગત રાત્રે ખાટલા ભરેલો એક છોટા હાથી ટેમ્પો હાઈટગેજ એંગલ સાથે જોરદાર રીતે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજની સુરક્ષા માટે લગાવેલી આ ભારેખમ લોખંડની એંગલ અનેકવાર ભારે વાહનોની ટક્કરને લીધે તૂટી ગઈ હોવા છતાં બેફામ ચાલકો પોતાની ગતિ અને ઊંચાઈના માપદંડને નજરઅંદાજ કરી સતત બ્રિજમાં પ્રવેશ કરી રહ્યા છે, જે ગંભીર અકસ્માતોને આમંત્રણ આપી રહ્યું છે અને તંત્ર દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો