VIDEO : ક્વાંટમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી
કવાંટ ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા આમ આદમી પાર્ટી દ

કવાંટ ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. ચૈતર વસાવાના સમર્થનમાં નસવાડી રોડથી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી વિશાળ વિરોધ રેલી કાઢવામાં આવી. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં નારા લગાવી ન્યાયની માંગ ઉઠાવી હતી. આ ઘટનાને પગલે આદિવાસી વિસ્તારના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે.




