VIDEO: રાજકોટઃ પૂર્વ મેયરના પતિના ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી ન થતા ઉઠયા સવાલ
રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના પતિ

રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદ પેઢડિયા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો વિવાદ હવે વકર્યો છે. જેમાં આખરે કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકા સંકલન સાધીને આગળની કાર્યવાહી હાથ ધરશે. ગત ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશન દ્વારા જે બાંધકામ અટકાવવામાં આવ્યું હતું, તેને વિનોદ પેઢડિયાએ કોન્ટ્રાક્ટર રાખવીને ફરીથી પૂર્ણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. કારણ કે નંદુબાગની આ વિવાદાસ્પદ જમીન મનપાના ચોપડે ખાનગી છે જ્યારે કલેક્ટરના ચોપડે ખાલસા થયેલી બોલે છે. આ સરકારી મુંઝવણનો લાભ ઉઠાવીને, ડિમોલેશન કોણ કરશે તેની રાહ જોવામાં પેઢડિયા પરિવારે ગેરકાયદેસર બાંધકામ આગળ ધપાવી દીધું છે, કારણ કે સામાન્ય રીતે ખાનગી જમીન પર મનપા અને ખાલસા જમીન પર કલેક્ટર વિભાગ ડિમોલેશન કરતું હોય છે. જોકે, રાજકોટ મનપાએ હજુ સુધી આ મામલે કડક ગણાતી 260ની પેટા કલમ બે મુજબની નોટિસ પાઠવી નથી અને માત્ર પ્રાથમિક 260ની પેટા કલમ એક મુજબની જ નોટિસ આપીને સંતોષ માન્યો છે.



