VIDEO: નડિયાદમાં રેલવે તંત્ર દ્વારા ફાટક બંધ રહેતા દોઢ કિલોમીટર વાહનોની લાઈન, વાહનચાલકોમાં આક્રોશ
VIDEO: ખેડા જિલ્લાના નડિયાદ શહેર આજે બપોરના સમયે
VIDEO: ખેડા જિલ્લાના નડિયાદ શહેર આજે બપોરના સમયે રેલવે ફાટક બંધ હતી ત્યારે રેલવે તંત્રની બેદરકારીને લીધે ફાટક પર દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઈન લાગી હતી. જેથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નડિયાદ શહેરના મફતલાલ એપેરલ ફાટક મિલ રોડ પર રેલવે ક્રોસિંગ બંધ રહ્યું હતું. જેથી અવર-જવર કરતા નોકરિયાતો, પશુઓ, વાહનચાલકોને હાલાકી થઈ હતી.
રેલવેના કર્મચારીને ફાટક બંધ રહેવાનું કારણ પૂછતા તેને યોગ્ય જવાબ ન આપી ગલ્લાં તલ્લા કર્યા હતા. રેલવે ફાટક પર શટડાઉન કરવા કર્મચારી ન હોવાથી મેઈન નડિયાદ-મહેમદાવદ રોડ બંધ રહ્યો હતો. રેલવે તંત્રની આ લાપરવાહીને લીધે સ્થાનિકો, વાહનચાલકોને ભારે અગવડ પડી હતી.

