VIDEO: વડોદરાના સમા-ખોડિયારનગર બ્રિજ પાસે નવો રોડ બેસી ગયો
વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. સમા-ખોડિયારનગરને જોડતા કેનાલ બ્રિજ પાસે નવો રો

વરસાદે વડોદરા મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. સમા-ખોડિયારનગરને જોડતા કેનાલ બ્રિજ પાસે નવો રોડ અને બોક્સ કલવર્ટ ધસી ગયા છે. બ્રિજ હજુ જાહેર ઉપયોગ માટે ખુલ્લો નથી, ત્યાં જ રોડ બેસી ગયો અને અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ કામ આશરે 1 કરોડ 11 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. હજુ એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં સામાન્ય વરસાદમાં જ કામગીરીની ગુણવત્તા સામે સવાલ ઊભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ અને સભ્ય ભાણજી પટેલ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સમારકામ કરવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્દેશ આપ્યા છે




