VIDEO: પલસાણામાં 15 ઈંચથી વધુ વરસાદ, બલેશ્વર ગામ સંપર્ક વિહોણું, અનેક માર્ગો બંધ
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વ

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેમાં બલેશ્વર ગામનો બત્રીસગંગા બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. માત્ર થોડા કલાકોમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પલસાણાના દસ જેટલા માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે સ્થાનિકોને નેશનલ હાઈવે નંબર 48 સુધી પહોંચવા માટે લાંબુ ફરીને જવું પડી રહ્યું છે. બલેશ્વરથી ટુંડી જતા માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાણી ભરાયેલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.




