મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી, ફકત ચાર જિલ્લામાં નહી પડે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની મોટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ સિવાય સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફની સિસ્ટમના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. જેને પગલે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. આ ઉપરાંત, આવતીકાલથી બે દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જે બાદ વરસાદનું જોર ઘટતાં માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો જ વરસાદ સીમિત રહેશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો