મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ 4 મહિના માટે સુરેન્દ્રનગરનું ઘુડખર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ

સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ઘુડખર અભ્યારણ 15 જૂનથી આગામી ચાર મહિના મા

સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ઘુડખર અભ્યારણ 15 જૂનથી આગામી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. ઘુડખરના પ્રજનન સમયગાળા અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વન વિભાગે આ નિર્ણય લીધો છે. 15 જૂન બાદ અભ્યારણ વિસ્તારમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા આઠ મહિનામાં 15 હજારથી વધુ પ્રવાસીઓએ ઘુડખર અભ્યારણની મુલાકાત લીધી હતી. હવે પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓ 15 ઓક્ટોબર બાદ જ ફરીથી અભ્યારણમાં પ્રવેશ મેળવી શકશે. તંત્ર દ્વારા આ અંગે જરૂરી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો