VIDEO: બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજના છેવાડે ગાબડું પડ્યું
છોટા-ઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજના છેવાડે ગાબડું પડતાં તાત્કાલિક કાર્યવાહી કરવામા

છોટા-ઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદી પરના બ્રિજના છેવાડે ગાબડું પડતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સ્થળ પર પહોંચીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ગાબડું તાત્કાલિક પૂરવા આદેશ આપ્યા છે. બ્રિજના છેવાડાના ભાગે સર્જાયેલી ક્ષતિને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. બોડેલી પ્રાંત અધિકારીએ જણાવ્યું કે સમારકામ પૂરું થયા બાદ બે દિવસમાં વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રે બ્રિજની સલામતીને પ્રાથમિકતા આપીને સમારકામની કામગીરી ઝડપથી પૂરું કરવા સૂચના આપી છે.




