VIDEO: પહેલા જ વરસાદમાં નેશનલ હાઈવે ૫૬ની પોલ ખુલી: બોડેલીના લુણાદરા ગામનો સંપર્ક તૂટ્યો
છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ તંત્રની નબળી કામગ

છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક વરસાદે જ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. નસવાડીથી બોડેલી વચ્ચે ૧૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ૨૮ કિલોમીટર લાંબા નેશનલ હાઇવે ૫૬ પર રોડ પહોળો કરવા માટે કરાયેલા માટી પુરાણ બાદ લુણાદરા ગામના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સવારથી જ ગામનો એકમાત્ર રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ કારણે આશરે ૧૨૦૦ જેટલી વસ્તી ધરાવતા લુણાદરા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. નેશનલ હાઈવેના એન્જિનિયરોની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી છે.




