VIDEO: દ્વારકાઃખંભાળિયાના ઘી ડેમમાં ડૂબી જવાથી અધેડનું મોત
જામ ખંભાળિયાના ઘી ડેમમાં ગઈકાલે મોડી સાંજે ન્હાવા પડેલા એક આધેડ વયના વ્યક્તિનું પાણીમા

જામ ખંભાળિયાના ઘી ડેમમાં ગઈકાલે મોડી સાંજે ન્હાવા પડેલા એક આધેડ વયના વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. ઘી ડેમમાં ન્હાવા ગયેલી વ્યક્તિ ડૂબી રહી હોવાની સ્થાનિકોએ તાત્કાલિક જાણ કરતા ખંભાળિયા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે શોધખોળ બાદ આશરે દોઢ કલાકની આકરી જહેમતને અંતે ડેમમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક નજીકમાં જ રહેતા ૪૦ વર્ષીય કાળુભાઈ ભિખાભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ ખંભાળિયા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે જામ ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



