Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : VIDEO: Devbhoomi Dwarka's thug who cheated 400 people by editing fake licenses on mobile phones, sent to jail

VIDEO: મોબાઈલમાં એડિટિંગ કરી બનાવી આપતો નકલી લાયસન્સ, 400 લોકો સાથે છેતરપિંડી કરનાર દેવભૂમિ દ્વારકાનો ઠગ જેલહવાલે

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દેવભૂમિ દ્વારકા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર પંથકમાં ચાલતા નકલી ડ્રાઈવિંગ લાયસન્સના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. લાયસન્સ માટે RTOમાં ટ્રાયલ આપવાની જરૂર નથી તેવી લાલચ આપી સેંકડો લોકો સાથે છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

App Store

કેવી રીતે આચરાતું હતું આ કૌભાંડ?

પકડાયેલ આરોપી કિશન નટવરલાલ ઉર્ફે નટુભાઇ સોમૈયા પોતે પોસ્ટ ઓફિસની કામગીરી સાથે સંકળાયેલો હોવાથી વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હતો. આ પરિચયનો લાભ ઉઠાવી તે ભોળા અને અણસમજુ લોકોને વિશ્વાસમાં લેતો હતો. તે પોતાના મોબાઈલમાં એડિટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી અન્ય લાયસન્સ ધારકોના ફોટા અને ડેટામાં ફેરફાર કરીને નકલી લાયસન્સ તૈયાર કરતો હતો.

300થી 400 લોકોને બનાવ્યા શિકાર

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં અંદાજે 300થી 400 જેટલા લોકોને લર્નિંગ અને પાકા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપી સરકાર તથા જનતા સાથે ઠગાઈ કરી છે. એક લાયસન્સ દીઠ તે રૂ. 3,000થી રૂ. 8,000 સુધીની તગડી રકમ વસૂલતો હતો.

પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ

LCBએ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: 12 નંગ અલગ-અલગ વ્યક્તિઓના બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ.

    રોકડા રૂ. 5,200.

    એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000).

    એક ડેસ્ટીની મોપેડ (કિંમત રૂ. 25,000).

    કુલ મુદ્દામાલ: રૂ. 35,200.

પોલીસની જનતાને અપીલ
આ ઘટના બાદ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જે લોકોએ કિશન સોમૈયા પાસે લાયસન્સ બનાવડાવ્યા હોય, તેઓ સ્વૈચ્છિક રીતે નજીકના પોલીસ સ્ટેશન કે RTO કચેરીએ જમા કરાવી દે, અન્યથા નકલી દસ્તાવેજ રાખવા બદલ તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.