VIDEO: સુરેન્દ્રનગરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર, શિયાણી ગામે લોકાર્પણ પહેલા જ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ફાટ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી

સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લોકાર્પણ પહેલા જ ખામી સામે આવી છે. પ્લાન્ટની તળિયે અને દિવાલોમાં મોટી તિરાડો પડતાં સમગ્ર માળખું ફાટી ગયું હોવાનું જોવા મળ્યું છે. ગામનું ગંદું પાણી તળાવમાં જતું અટકાવવા અને શુદ્ધિકરણ માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ નબળા કોન્ટ્રાક્ટ કામને કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પ્લાન્ટને તાળું લગાવવામાં આવ્યું છે. ગ્રામજનોએ કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તપાસની માંગ ઉઠી છે. વિકાસના નામે થયેલા ખર્ચ પર પણ પ્રશ્નચિહ્ન ઉભા થયા છે. અધિકારીઓએ સ્થળ પર તપાસ શરૂ કરી છે.




