VIDEO: અમદાવાદ રેલવેના કંટ્રોલ સેન્ટર ઉદ્ઘાટનમાં નેતાઓની અવગણનાથી વિવાદ
અમદાવાદ રેલવે વિભાગના DRM દ્વારા સ્થાનિક જનપ્રતિનિધિઓને

અમદાવાદ રેલવે વિભાગના DRM દ્વારા સ્થાનિક જનપ્રતિનિધિઓને જાણ કર્યા વગર અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરી દેતા રાજકીય વિવાદ સર્જાયો છે. 3 જુલાઈના રોજ DRM વેદ પ્રકાશે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ અને સાંસદ દિનેશ મકવાણાને વિશ્વાસમાં લીધા વિના લોકાર્પણ કરતા નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાંસદ દિનેશ મકવાણાએ આ ઘટનાને રેલ વિભાગની મનમાની ગણાવી છે અને આ મામલે કેન્દ્રીય સ્તરે તથા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે.




