VIDEO BREAKING: રાજકોટમાંથી 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત
રાજકોટ શહેરમાં ગૃહ વિભાગની સૂચના બાદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ

રાજકોટ શહેરમાં ગૃહ વિભાગની સૂચના બાદ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સામે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શહેરના વિવિધ વિસ્તારમાં 10 જેટલી પોલીસ ટીમો દ્વારા રાત્રે 1 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કુલ 272 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના લોકો વર્ક પરમીટ સાથે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે આધાર પુરાવા ન આપી શકનાર લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરવામાં આવી છે. વિઝા અને અન્ય કાયદેસર દસ્તાવેજો ન મળનાર સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




