Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Big disclosure about the assistance of 3.50 crore received by the family of 'Gujju Lavguru' in Vav Tharad

વાવ થરાદમાં 'ગુજ્જુ લવગુરુ'ના પરિવારને મળેલી 3.50 કરોડની સહાય અંગે મોટો ખુલાસો, જાણો ક્યાં થશે રકમનો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
વાવ થરાદમાં 'ગુજ્જુ લવગુરુ'ના પરિવારને મળેલી 3.50 કરોડની સહાય અંગે મોટો ખુલાસો, જાણો ક્યાં થશે રકમનો ઉપયોગ
સોર્સ : gstv

વાવ થરાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુનું અકસ્માતે મોત નીપજ્યું છે. જે બાદ તેના પરિવારને મળેલી 3.50 કરોડની આર્થિક સહાયના ઉપયોગ અંગે મહત્વની માહિતી સામે આવી છે. પરિવારને મળેલી સહાય અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર વિગતો જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઓનલાઈન માધ્યમથી પરિવારને કુલ ₹2.96 કરોડની સહાય મળી છે, જ્યારે રોકડ સ્વરૂપે ₹53 લાખ મળ્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત વિદેશથી 1,873 ડોલરની સહાય પણ મળી હોવાનું સામે આવ્યું છે.

 પત્નીના નામે ₹41 લાખની F.D. કરાશે

App Store

પરિવાર દ્વારા મળેલી આર્થિક સહાયમાંથી અલગ-અલગ સભ્યોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (F.D.) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પિતાના નામે ₹40 લાખ, ભાઈના નામે ₹1 કરોડ અને પત્નીના નામે ₹41 લાખની F.D. કરવામાં આવશે. બંને બાળકોના નામે ₹41-₹41 લાખની F.D. કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે બંને બહેનોના નામે ₹11-₹11 લાખની F.D. કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ₹53.71 લાખની રકમમાંથી દીકરાના નામે જમીન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. પરિવારને મળેલી આ સમગ્ર આર્થિક સહાયનો પારદર્શક રીતે ઉપયોગ થાય તે અંગે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી.

કેવી રીતે નીપજ્યું હતું મોત

સુઈગામના ચંદન રાઠોડનું બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર ‘ગુજુ લવ ગુરુ’ નામથી જાણીતા ચંદન રાઠોડ કોમેડિયન તરીકે લોકપ્રિય હતા અને ઇન્સ્ટાગ્રામ પર તેમના 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ભાભર-સુઈગામ રોડ પર હરિધામ ગૌશાળા નજીક ચંદન રાઠોડનું બાઈક અકસ્માતગ્રસ્ત થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ચંદનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાભર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.