મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમિત શાહના જન્મદિવસે ભાજપ દ્વારા વિવિધ સેવાકાર્યો

પંચમહાલના શહેરામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ ધારાસભ્ય કાર્યાલય ખાતે વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ, ધાબળા અને બે સમયના ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. આ ઉપરાંત તાલુકામાં જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો