Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Voters protest against BJP's repeat candidates

VIDEO Vadodara / ભાજપના રિપીટ ઉમેદવારો સામે મતદારોમાં આક્રોશ, પેમ્ફલેટ્સ ફેંકી વ્યક્ત કરી નારાજગી

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. વોર્ડના મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના પેમ્ફલેટ્સ રસ્તા પર ફેંકીને સ્થાનિકોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને રિપીટ કરાયેલા ઉમેદવારો સામે મતદારોમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.

App Store

ભાજપ દ્વારા વોર્ડ નંબર 10માં ફરી એકવાર નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળાને ટિકિટ આપવામાં આવતા મતદારો નારાજ થયા છે. રસ્તા પર ઠેર-ઠેર ફેંકાયેલા પેમ્ફલેટ્સ ભાજપ પ્રત્યેની જનતાની નારાજગીની ચાડી ખાઈ રહ્યા છે. સ્થાનિકોનો સીધો સવાલ છે કે, "છેલ્લા પાંચ વર્ષમાં જો વિસ્તારમાં કોઈ જ કામ થયા નથી, તો પછી ફરીથી વોટ શા માટે આપવો?" મકરંદ દેસાઈ રોડના રહીશોનું કહેવું છે કે પ્રાથમિક સુવિધાઓ અને વિસ્તારના પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રતિનિધિઓએ ધ્યાન આપ્યું નથી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી છે ત્યારે ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા છે, પરંતુ જનતાએ તેમને સ્વીકારવાને બદલે તેમના પ્રચાર સાહિત્યનો રસ્તા પર ફેંકીને બહિષ્કાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે ઉમેદવાર નીતિન ડોંગાએ કોઈ અજ્ઞાત 'માસ્ક મેન' સામે પોતાની નારાજગી નોંધાવી હતી. પરંતુ અત્યારે જે રીતે જાહેરમાં પેમ્ફલેટ્સ ફેંકીને વિરોધ થઈ રહ્યો છે, તે જોતા આ વિરોધ કોઈ એક વ્યક્તિ પૂરતો મર્યાદિત ન રહેતા જન આક્રોશમાં ફેરવાયો હોય તેમ લાગી રહ્યું છે.