VIDEO: Vadodaraના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ભારે રોષ, પ્રચાર દરમિયાન જ કરાયો વિરોધ
સોર્સ : GSTV
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણ સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોયલી ફળિયા અને જૂની પોલીસ લાઇન વિસ્તારમાં પ્રચાર દરમિયાન રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાજપની પેનલનો વિરોધ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરોમાં રહીશોએ આક્ષેપ કર્યો છે કે, ગત ટર્મમાં પ્રશ્નો ઉકેલવાને બદલે ઉમેદવાર માત્ર 'સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર' બનીને જ રહી ગયા છે. સ્થાનિકોએ ચિમકી આપી છે કે જો ઉમેદવારો મત માંગવા આવશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે.

