Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: "Stand in the sun for the voters after winning": Rajendra Trivedi taunts leaders after standing in line for 1 hour to vote

VIDEO: "જીત્યા પછી મતદારો માટે તડકામાં ખડેપગે રહેજો"! મતદાન માટે 1 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીનો નેતાઓને ટોણો

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન આજે એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળ્યો હતો. રાજ્યના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા રાજેન્દ્ર ત્રિવેદી આજે વડોદરાના વોર્ડ નંબર ૧૪ ના બાજવાડા વિસ્તારમાં સહ-પરિવાર મતદાન કરવા પહોંચ્યા હતા. જોકે, ત્યાંની અવ્યવસ્થા જોઈને તેઓ પિત્તો ગુમાવી બેઠા હતા.

App Store

નેતાગીરી ભૂલી સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહ્યા
રાજેન્દ્ર ત્રિવેદીએ કોઈ પણ પ્રકારના વીઆઈપી કલ્ચર વગર સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને પોતાના મતદાનના નંબરની પ્રતીક્ષા કરી હતી. આશરે એક કલાક સુધી તેઓ અને તેમનો પરિવાર આકરા તાપમાં શેકાયા હતા. તેમની સાથે લાઈનમાં ઉભેલા નવીન શાહ જેવા અનેક સિનિયર સિટિઝન્સ પણ ગરમી અને તંત્રની ઢીલી કામગીરીથી અકળાયેલા જોવા મળ્યા હતા.

વહીવટી તંત્ર પર પ્રહાર અને ઉમેદવારોને શીખ
મતદાન કર્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સમક્ષ તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, "વહીવટી તંત્રએ જાણી જોઈને કે અજાણતા મતદારોની મુશ્કેલી વધારી છે. મતદાન મથકો પર ઓવરહેડ મંડપ કે છાંયડાની કોઈ વ્યવસ્થા નથી. હું જ્યારે ચૂંટણી લડતો ત્યારે ખાસ તકેદારી રાખતો હતો કે મારા મતદારોને તકલીફ ન પડે."

વધુમાં તેમણે વિજેતા થનારા ઉમેદવારોને ટકોર કરતા કહ્યું કે, "મતદારો આજે તમારા માટે તડકામાં તપી રહ્યા છે, તો જીત્યા પછી તમે પણ એમના માટે તડકામાં તપીને ખડેપગે કામ કરજો."

સિનિયર સિટિઝન્સમાં રોષ
માત્ર નેતાઓ જ નહીં, પરંતુ બાજવાડા બુથ પર આવેલા વયોવૃદ્ધ મતદારો પણ પાણી અને છાંયડાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લોકોનું કહેવું હતું કે ગરમીની આગાહી હોવા છતાં તંત્રએ માત્ર કાગળ પર જ વ્યવસ્થાઓ કરી છે.