VIDEO: ગીર સોમનાથમાં લોકશાહીનો સૂર! ઉમેદવાર રાજલ બારોટે આપ્યો વોટ, ચાહકો અને મતદારોને કરી ખાસ અપીલ
VIDEO: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થઈ ચુક્યુ છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. ગુજરાતની જાણીતી અને લોકપ્રિય લોકગાયિકા રાજલ બારોટ આજે વહેલી સવારે જાગૃત નાગરિક અને જવાબદાર ઉમેદવાર તરીકે મતદાન મથકે પહોંચ્યા હતા.
ગાયકી બાદ રાજનીતિમાં એન્ટ્રી
નોંધનીય છે કે રાજલ બારોટ માત્ર એક કલાકાર જ નથી, પરંતુ તેઓ ઊના નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૭ માંથી ભાજપના ઉમેદવાર તરીકે પણ મેદાનમાં છે. મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જનતાનો મળતો પ્રતિસાદ અને પ્રેમ આ વખતે પરિવર્તન લાવશે.
ચાહકો અને મતદારોને અપીલ
રાજલ બારોટે મતદાન મથક બહાર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "લોકશાહીનો આ પર્વ આપણા સૌનો છે. મેં મારો પવિત્ર મત આપ્યો છે, અને હું ઊનાના દરેક નાગરિકને વિનંતી કરું છું કે તમે પણ ગરમીની ચિંતા કર્યા વગર ઘરની બહાર નીકળો અને વધુમાં વધુ મતદાન કરો." તેમની હાજરીને કારણે મતદાન મથક પર લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

