Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Voters angry over EVM malfunction in Sayla, scenes of long queues amid intense summer heat

VIDEO: સાયલામાં EVMમાં ખામી સર્જાતા મતદારોમાં રોષ, ઉનાળાની આકરી ગરમી વચ્ચે લાંબી લાઈનોના દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન શરૂ થયું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં મતદાનના પ્રારંભિક તબક્કે જ એક મોટી ખામી સામે આવી હતી. સાયલાના વોર્ડ નંબર 1ના મતદાન મથક પર મતદાન શરૂ થયાની થોડી જ ક્ષણોમાં ઈવીએમ (EVM) મશીન ખોટકાઈ ગયું હતું.

App Store

મતદારોની અડધા કલાકની પ્રતીક્ષા
વહેલી સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા હતા. પરંતુ મશીનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે મતદાનની પ્રક્રિયા અચાનક થંભી ગઈ હતી. લગભગ અડધા કલાક સુધી મતદાન પ્રક્રિયા અટકી પડતા મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આકરી ગરમીથી બચવા માટે જે લોકો વહેલી સવારે આવ્યા હતા, તેમને અડધો કલાક સુધી પરસેવે રેબઝેબ થઈને લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું.

તંત્ર દ્વારા મશીન રિપ્લેસમેન્ટ
ઘટનાની જાણ થતાં જ ચૂંટણી અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓએ ખામીયુક્ત ઈવીએમ મશીનને દૂર કરીને નવું મશીન ગોઠવવાની કામગીરી હાથ ધરી હતી. અડધા કલાકની જહેમત બાદ ફરીથી મતદાન પ્રક્રિયા વ્યવસ્થિત રીતે શરૂ કરવામાં આવી હતી.

ગરમીને કારણે વહેલું મતદાન
રાજ્યમાં પડી રહેલી આકરી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને સાયલાના જાગૃત નાગરિકોએ સવારના ઠંડા પહોરમાં જ મતદાન કરવાનું પસંદ કર્યું હતું. જોકે, ઈવીએમની ખામીને કારણે શરૂઆતમાં થોડો વિલંબ થયો હતો, પરંતુ ત્યારબાદ ફરી એકવાર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું.