Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: An elderly man who came to vote felt dizzy, a 'mini hospital' was set up at the polling station itself!

વડોદરા: મતદાન કરવા આવેલા વૃદ્ધાને ચક્કર આવ્યા, મતદાન મથક પર જ ઊભી કરાઈ 'મિની હોસ્પિટલ'!

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
વડોદરા: મતદાન કરવા આવેલા વૃદ્ધાને ચક્કર આવ્યા, મતદાન મથક પર જ ઊભી કરાઈ 'મિની હોસ્પિટલ'!
સોર્સ : GSTV

Vadodara news:  ગુજરાત ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વડોદરામાં કાળઝાળ ગરમીની અસર મતદારો પર જોવા મળી છે. વડોદરાના સમા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચેલા એક સિનિયર સિટિઝનને ચક્કર આવતા મતદાન મથક પર અફરાતફરી મચી ગઈ હતી.

App Store

ગરમીના કારણે તબિયત લથડી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગરમીનો પ્રકોપ વધુ હોવાથી મોટાભાગના મતદારોએ સવારના સમયે જ મતદાન કરવાનું મુનાસિબ માન્યું હતું. જોકે, સવારના સમયે પણ વધતા તાપમાનને કારણે લાઈનમાં ઉભેલા એક વૃદ્ધ મતદારની તબિયત અચાનક લથડી હતી અને તેમને ચક્કર આવવા લાગ્યા હતા. આ જોઈને આસપાસ ઉભેલા અન્ય મતદારો અને સુરક્ષા કર્મીઓ તરત જ તેમની મદદે દોડી આવ્યા હતા.

આરોગ્ય ટીમની સમયસૂચકતા
ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાન કેન્દ્ર પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી સ્કૂલ ખાતે હાજર આરોગ્ય કર્મીઓએ તુરંત જ વૃદ્ધને છાંયડામાં ખુરશી પર બેસાડ્યા હતા. તેમને પ્રાથમિક તપાસ બાદ તાત્કાલિક ORS (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) મિક્સ કરેલું ઠંડું પાણી પીવડાવવામાં આવ્યું હતું. થોડી મિનિટોના આરામ અને યોગ્ય સારવાર બાદ મતદારની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

જુસ્સો અકબંધ: સારવાર બાદ કર્યું મતદાન
આ ઘટનામાં સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે તબિયત લથડવા છતાં વૃદ્ધ મતદારનો ઉત્સાહ ઓછો થયો નહોતો. પ્રાથમિક સારવાર મળ્યા બાદ જ્યારે તેઓ સ્વસ્થ અનુભવવા લાગ્યા, ત્યારે તેમણે જવાની જીદ પકડવાને બદલે પહેલા પોતાનો મત આપવાનું નક્કી કર્યું હતું. અંતે, તેમણે મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપ્યું હતું. તંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રો પર પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા વધુ મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે.