Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Murder of Babu Chauhan in Dandiya Bazar area of ​​Vadodara

VIDEO:વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં બાબુ ચૌહાણની હત્યા 

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં થયેલી ની ઘટનાએ ચકચાર મચાવી છે, જેમાં કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા બાબુ ચૌહાણની હત્યા થઈ. રાત્રે બંને મિત્રો સાથે પાર્ટી અને જમણ બાદ બાબુ ચૌહાણે હિરેન ઠક્કરને ફોન પર ધમકીઓ આપી હતી, જેના કારણે કંટાળીને હિરેન ઠક્કરે શાક સમારવાના ચપ્પુથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ડીસીપી મંજિતા વણઝારાએ જણાવ્યું કે મૃતકની પત્નીની ફરિયાદના આધારે આરોપી હિરેન ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. અને ઘટના સ્થળેથી ચપ્પુ પણ મળી આવ્યું છે. મહત્વનું છે કે બંને વચ્ચે કેટરિંગના ધંધા અને નાણાકીય બાબતોને લઈને લાંબા સમયથી બબાલ ચાલતી હતી. આ કેસમાં પોલીસ પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની સંભવિત ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે, જોકે હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

App Store

 

 

 

ટોપિક્સ:murdervadodarajacob martin