VIDEO: ભાવનગર / જૂની અદાવતમાં અકસ્માત સર્જી એક યુવકની કરપીણ હત્યા, આરોપી કાર મૂકી ફરાર
સોર્સ : gstv
ભાવનગરના ઘોઘા પાસે અવાણિયા અને પીપળીયા પુલ વચ્ચે જૂની અદાવતમાં અકસ્માત સર્જી એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. ભૂતેશ્વર ગામના શાંતિભાઈ કંટારીયા, હાર્દિક અને સુનિલ હોસ્પિટલથી પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી હસમુખ ઉર્ફે શીશો કંટારીયાએ પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા ઇરાદાપૂર્વક ઇકો કાર રોંગ સાઈડમાં હંકારી તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણેય યુવકો 100 ફૂટ સુધી ઢસડાતા શાંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ આરોપી કાર મૂકી ફરાર થઈ ગયો હતો, જેની સામે ઘોઘા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને 109 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

