Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Lakhs of liters of water wasted due to pipeline leakage in Vadodara's Vemali

VIDEO: વડોદરાના વેમાલીમાં પાઈપલાઈન લીકેજથી લાખો લીટર પાણીનો વેડફાટ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વેમાલી વિસ્તારમાં આવેલી પાણીની મુખ્ય લાઈનનો વાલ્વ લીકેજ થતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. ભર ઉનાળે જ્યારે અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે, ત્યારે પાલિકાની આવી ઘોર બેદરકારીને કારણે પાણીનો આટલો મોટો વેડફાટ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે, પાલિકા સમયસર પાણીનો પુરવઠો પૂરો પાડી શકતી નથી અને બીજી તરફ લાપરવાહીના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે હવે નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે?

App Store