Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara news: Threat to blow up three famous schools in the city with bombs

VIDEO / Vadodara news: વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  વડોદરામાં ફરી બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં શહેરની ઉર્મિ, ડી.આર. અમીન અને નાલંદા સ્કૂલને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસ બાદ જ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે, તો બીજી તરફ વાલીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

App Store

વડોદરાની 18 સ્કૂલને બોમ્બની ધમકી

ડી. આર. અમીન, વાસણા રોડ

ઉર્મી, સમાસાવલી

નાલંદા, વાઘોડિયારોડ

બરોડા હાઈસ્કુલ, બગીખાના

નવયુગ, સમા

જીવન સાધના, નાગરવાડા

AWS, ડભોઇ

શાનેન, ખોડિયાર નગર

ગુજરાત પબ્લિક સ્કૂલ - વાઘોડિયા

બ્રાઇટ સ્કૂલ - ભાયલી

બિલાબોંગ સ્કૂલ- વડસર

આત્મીય વિધાલય- માંજલપુર

ડોન બોસ્કો- માંજલપુર

ઓક્ઝેલિયમ સ્કૂલ - માંજલપુર

ઝેનિથ સ્કૂલ - પ્રતાપનગર

અમેરિકન સ્કૂલ ઓફ બરોડા - આજવા રોડ

બરોડા પબ્લિક સ્કૂલ - વાઘોડિયા

ગ્રીન વેલી સ્કૂલ - અંપાડ

18 સ્કૂલોને ઉડાવી  દેવાની ધમકી

વડોદરા શહેરની ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શનેન સ્કૂલ, નવયુગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે.

વડોદરાની 18 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ 

વડોદરાની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. બોમ્બની ધમકી મળી હોવાના જાણ થતાં પોલીસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.