Vadodra news: સમામાં 4વર્ષની માસૂમ પર ઉકળતા પાણીનું તપેલું પડ્યું, બાળકીનું નિપજ્યું દર્દનાક મોત

સોર્સ : gstv
ગુજરાતના વડોદરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ચાર વર્ષની દીકરી રિદ્ધિ ચૂલા પાસે રમતી હતી, ત્યારે ઉકળતા પાણીનું તપેલું બાળકી પર પડ્યું હતું..
બાળકી ગંભીર રીતે દાઝી જતા નિપજ્યું મોત
જેમા બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. છેલ્લા એક મહિનાથી મોત સામે જંગ લડી રહેલી માસૂમે જીંદગી સામે દમ તોડ્યો છે. આ કરુણ ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

