VIDEO:વડોદરામાં રી-NEET પરીક્ષા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
સોર્સ : GSTV
વડોદરામાં આજે રી-NEET પરીક્ષા માટે ૨૦ કેન્દ્રો પર અંદાજે ૬,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. NTAની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓનું થ્રી-લેયર ચેકિંગ અને બાયોમેટ્રિક બાદ પ્રવેશ અપાયો હતો. DCP અભિષેક ગુપ્તાએ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેડિકલ પ્રવેશ માટે અત્યંત મહત્વની આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં મિશ્ર લાગણી અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

