Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Shocking incident in Jamnabai Hospital campus of Vadodara! A 3-year-old innocent died after being crushed by a woman doctor's car

VIDEO: વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં કાળજું કંપાવી દેતી ઘટના! મહિલા ડૉક્ટરની કાર નીચે કચડાતાં 3 વર્ષના માસૂમનું મોત

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલના કેમ્પસમાં એક અત્યંત કરૂણ અને કાળજું કંપાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં રમી રહેલા ત્રણ વર્ષના માસૂમ બાળક પર મહિલા તબીબની કારનું પૈડું ફરી વળતાં બાળકનું ગંભીર ઈજાઓના કારણે નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

App Store

મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પીપળીયા ગામના રહેવાસી નરેશભાઈ અંગારી પોતાના પરિવાર સાથે સારવાર અર્થે વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેમની સાથે તેમનો ત્રણ વર્ષનો માસૂમ પુત્ર નિવેદ પણ હતો. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોની હાજરી વચ્ચે માસૂમ નિવેદ રમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક આવી પહોંચેલી એક કારના પૈડા બાળક પર ફરી વળ્યા હતા.

અકસ્માત સર્જનારી કાર હોસ્પિટલના જ મહિલા તબીબ ડો. ગુડિયા પ્રમોદ સિન્હાની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જાયા બાદ તુરંત જ મહિલા તબીબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને પોતાની કારમાં સારવાર અર્થે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, એસએસજી હોસ્પિટલના ફરજ પરના તબીબોએ ચકાસણી બાદ માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો.

જમનાબાઈ હોસ્પિટલ કેમ્પસમાં જ બનાવ બન્યો હોવા છતાં બાળકને તત્કાલ સારવાર આપવાના બદલે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવતા આ બાબત હોસ્પિટલ વર્તુળો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધીને અકસ્માતના સમગ્ર મામલે કાનૂની તપાસ હાથ ધરી છે.