VIDEO: વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી
સોર્સ : gstv
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે જંગી લીડ સાથે ભવ્ય વિજય થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મલ્યો હતો.. ઢોલ-નગારા, ફટાકડા તેમજ આતશબાજી સાથે વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારનું ભવ્ય સરઘસ માંજલપુરના વિવિધ માર્ગો પરથી પસાર થયું હતું, જ્યાં નાગરિકો અને વેપારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ભાજપની આ જીતથી સમગ્ર માંજલપુર વિસ્તારમાં હાલ ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું..

