VIDEO: વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઘર્ષણ
સોર્સ : gstv
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી, ધક્કામુક્કી અને મારામારી થઈ. આ મામલે શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે કોંગ્રેસ પોતાની હાર નિશ્ચિત માનીને વાતાવરણ બગાડી રહી છે. જ્યારે ભાજપના કાર્યકરો માત્ર મતદાન જાગૃતિ માટે ગયા હતા અને તેમના તરફથી કોઈ ઉશ્કેરણી કરવામાં આવી નહોતી. ભાજપે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે..

