Vadodara news: માંજલપુરમાં રૅસ્ટોરન્ટમાં કામ કરતા યુપીના યુવકને બાઈકચાલકે ટક્કર મારતા મોત

Vadodara news: વડોદરા શહેરમાં આવેલા માંજલપુરમાં એક રૅસ્ટોરન્ટમાં કામ કરતા ઉત્તર પ્રદેશના યુવકને બાઈકચાલકે ટક્કર મારતા યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જેને લઈ માંજલપુર પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવોમાં ભારે વધારો નોંધાયો છે. આવી જ એક ઘટના બની હતી. માંજલપુરમાં જેમાં માંજલપુર વિસ્તારની એક રૅસ્ટોરન્ટમાં કામ કરી પેટિયું રળતા યુપીના યુવકને રાત્રીના સમયે બાઈકચાલકે રૅસ્ટોરન્ટમાં કામ કરતા કારીગરને રોડ ક્રોસ કરતો હતો તે દરમ્યાન ટક્કર મારી અને યુવક દસ ફુટ આગળ ઢસડાઈને પડ્યો હતો.જે બાદ યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી.
જેને લઈ યુવકને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આ યુવકનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં ભોગ બનનારનું નામ બિપિન ગૌતમ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પૂરઝડપે બાઈક હંકારી અકસ્માત સર્જનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

