Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : 5 NDRF teams from Vadodara deployed in Tamil Nadu

દિતવાહ વાવાઝોડુ: Vadodaraથી NDRFની 5 ટીમો તામિલનાડુમાં કરાઈ તૈનાત

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
દિતવાહ વાવાઝોડુ: Vadodaraથી NDRFની 5 ટીમો તામિલનાડુમાં કરાઈ તૈનાત
સોર્સ : GSTV

દિતવાહ વાવાઝોડુ દક્ષિણ ભારત તરફ ધસી આવતાં રાજ્ય સરકારો અને રાહત એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી છે. વાવાઝોડાના વધતા ખતરા વચ્ચે વડોદરાના જરોદ ખાતેથી છઠ્ઠી બટાલિયન એન.ડી.આર.એફ.ની 5 ટીમોને તમિલનાડુમાં તૈનાત કરવામાં આવી છે. આ તમામ ટીમોને ફ્લડ વોટર રેસ્ક્યૂ (FWR) અને કોલેપ્સ્ડ સ્ટ્રક્ચર સર્ચ એન્ડ રેસ્ક્યૂ (CSSR) માટે જરૂરી આધુનિક સાધનો સાથે સજ્જ કરી શનિવાર રાત્રે ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી હતી.

App Store

બંગાળની ખાડીમાં સર્જાયેલું દિતવાહ વાવાઝોડું શનિવારે શ્રીલંકામાં વિનાશ સર્જી ચુક્યું છે અને હવે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી તથા દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે આ વિસ્તારોમાં વાવાઝોડું લેન્ડફોલ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદ અને જોરદાર પવનની આગાહી વચ્ચે તમિલનાડુના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જાહેર થયો છે. રેસ્ક્યૂ દળો દ્વારા સુરક્ષા અને બચાવ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની અનેક ટીમો પૂર્વ તૈયારી સાથે તૈનાત છે, જેથી સંકટકાળમાં જાનમાલનું નુકસાન ઓછામાં ઓછું થાય.