Vadodara news: વડોદરામાં બફારા, ગભરામણથી 3 લોકોનાં સયાજી હોસ્પિટલમાં મોત

Vadodara news: વડોદરા શહેર સહિત રાજ્યમાં ઘણા સમયથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના લીધે ક્યારેક વાતાવરણમાં બફારો અનુભવાઈ રહ્યો છે. જેના લીધે ગભરામણ અને ચક્કર આવવાના બનાવો વધવા લાગ્યા છે. વડોદરા શહેરમાં સામાન્ય નાગરિકો ગભરામણ અને બફારો વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સયાજી હોસ્પિટલમાં ગભરામણ સહન ન થતા ત્રણ લોકોનાં મોત થયા છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકોમાં ગભરામણના કિસ્સાઓ વધ્યા છે. જેમાં આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા બે મહિલા અને એક પુરુષનું મોત થયું હતું. આ ત્રણેય લોકોની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મૃતકોમાં સુશીલ વસંતરાવ બોરવણકર, જ્યોત્સનાબેન લખતરિયા અને સરસ્વતીબેન ઐયરના ગભરામણ અને ચક્કર આવવાને લીધે મોત થયા હતા. આ ત્રણેય લોકોની સયાજી હોસ્પિટલમાં દાખલ હતા.

