મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોમાસાની આફત સામે વડોદરા ફાયર બ્રિગેડ સજ્જ: સુરસાગર તળાવમાં યોજાયો રોમાંચક રેસ્ક્યુ ડેમો

વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર બ્રિગેડ એક્શ

વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર બ્રિગેડ એક્શનમાં જોવા મળી રહી છે. શહેરના સુરસાગર તળાવ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા વિશેષ રેસ્ક્યુ ડેમો અને નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું. વરસાદ દરમિયાન પાણીમાં ફસાયેલા લોકોનું કેવી રીતે ઝડપથી અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શકાય તે અંગે ફાયર જવાનોને તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન રબર બોટ, લાઇફ જેકેટ, રેસ્ક્યુ બોટ, દોરડા અને અન્ય બચાવ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કોઈપણ આપત્તિની સ્થિતિમાં ઓછા સમયમાં અસરકારક બચાવ કામગીરી કરી શકાય તે માટે વિવિધ પ્રકારની મોકડ્રિલ પણ યોજાઈ છે, વરસાદી મોસમ દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ હોવાનું અધિકારીઓએ જણાવ્યું. સાથે જ લોકોને પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી.

આ સમાચાર શેર કરો