મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: ધોધમાર વરસાદથી રેલવે ગરનાળા પાણીમાં ડૂબ્યા, જનજીવન પ્રભાવિત

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્ય

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ 3.8 ઇંચ વરસાદ વલસાડ શહેરમાં નોંધાયો, જ્યારે ધરમપુર, પારડી, વાપી, નાનાપોંઢા, ઉમરગામ અને કપરાડામાં પણ સારો વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મોડી રાતથી શરૂ થયેલા વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ગરનાળામાં પાણી ભરાતા અવરજવર પ્રભાવિત બની છે.

આ સમાચાર શેર કરો