VIDEO: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
અમદાવાદ ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન સ્ટે

અમદાવાદ ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ચાલુ પ્રોજેક્ટની કામગીરીની જાતતપાસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશનો આ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લગભગ ૮૦ ટકા પૂર્ણ થઈ ચૂક્યો છે અને ૨૦૨૭ સુધીમાં સુરત-બિલીમોરા વચ્ચે પ્રથમ તબક્કાની સેવા શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સાથે તેમણે અમદાવાદના ઓમનગર અંડરપાસ, આસરવા સ્ટેશનના પુનર્વિકાસ અને સાબરમતી મલ્ટીમોડલ હબની કનેક્ટિવિટીને વેગ આપવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ પ્રોજેક્ટથી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર સમયની દ્રષ્ટિએ ઘણું ઘટી જશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશનો શહેરના શહેરી ગતિશીલતા અને પરિવહનના માળખાને નવી ઊંચાઈઓ પર લઈ જશે, જે નાગરિકો માટે એક મોટી ભેટ સાબિત થશે.




