મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Gir ગઢડા પંથકમાં બે સિંહ શિકારની શોધમાં વાડીએ આવી પહોંચ્યા, વીડિયો વાયરલ

Gir Somnath News: સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. એવામાં ગીર બોર

Gir Somnath News: સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. એવામાં ગીર બોર્ડર નજીક ખેતરમાં સિંહોની એન્ટ્રી થઈ હતી. બે સિંહો શિકારની શોધમાં વાડીમાં પહોંચ્યા હતા. ખેડૂત દ્વારા ટ્રેક્ટરમાંથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો. ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ઉના-ગીર ગઢડા પંથકમાં બપોરના સમયે બે સિંહ શિકારની શોધમાં એક વાડીમાં આવી પહોંચ્યા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બે સિંહ વાડીમાં પડેલા ટ્રેક્ટર સુધી પહોંચી શિકારની તાક કરતા જોવા મળે છે. ગીર પંથકમાં હવે એક નવી વાસ્તવિકતા સામે આવી રહી છે. જંગલ કરતાં માનવ વસાહતમાં સિંહોની હાજરી વધુ જોવા મળી રહી છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને નિયમિત રીતે સિંહ દર્શન થાય છે. ગીર જંગલ બોર્ડરની નજીક આવેલા તાલુકાઓમાં રહેતા લોકો માટે સિંહ દર્શન હવે સામાન્ય બાબત બની ગઈ છે.

આ સમાચાર શેર કરો