ઝારખંડથી નોકરીની શોધમાં આવેલ યુવકની સામાન્ય બોલાચાલીમાં થયેલ હત્યામાં બેની ધરપકડ
અમદાવાદમાં તાજેતરમાં જ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં નોકરીની શોધમાં આવેલા ઝારખંડના યુવકને ત્રણ દિવસમાં મ

અમદાવાદમાં તાજેતરમાં જ એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં નોકરીની શોધમાં આવેલા ઝારખંડના યુવકને ત્રણ દિવસમાં મોત મળ્યું હતું. ગત 23 માર્ચના રોજ સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. આખરે સાણંદ જીઆઇડીસીમાં થયેલી હત્યાનો આરોપી પોલીસ દ્વારા ઝડપી પડાયો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પાંચ દિવસમાં જ આરોપીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ગત 23 માર્ચના રોજ મૂળ ઝારખંડના વતની અને બોળ ગામમાં રહેતો સુશીલ ઉરાવની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સુશીલ સાથે સામાન્ય બોલાચાલીને લઈને તેને લાકડાના ધોકા વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે રમેશ ડાભી અને બેચર ઉર્ફે બસા સોલંકીની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપી ખેતીકામ કરે છે. આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




