Video: અમરેલીના બાબરામાં ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા

અમરેલી જિલ્લાના બાબરાના અમરાપરા વિસ્તારમાં થોડા સમય પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો બાબરા પોલીસે સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે. બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.બી.ઔસુરાની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત ખાનગી વોચ ગોઠવીને ન્યાયમંદિર પાછળથી બે શંકાસ્પદ શખ્સો અભિષેક વિજયભાઈ જાની અને નયનભાઈ સુરેશભાઈ સાકરીયાને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૩ લાખ રોકડા, ૬ લાખની કિંમતનો સોનાનો ઢાળીયો અને મોટરસાયકલ મળીને કુલ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચાર્જ સંભાળતાની સાથે જ પી.આઈ. ઔસુરાએ આ તસ્કરોનું સ્થળ પર રિકન્સ્ટ્રકશન કરીને વરઘોડો કાઢ્યો હતો.







