મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મહેસાણાના બહુચરાજીમાં ગુમ યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ૩૦ કલાકથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બહુચરાજીના ૪૫ વર્ષીય ચેતન મોદી નામના યુવક વહેલી સવારે ત્રણ વાગ્યે કોઈને પણ કહ્યા વગર પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ ચાલુ હતી તે દરમિયાન બેચર ગામના તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બહુચરાજી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી મૃતદેહને પાણી બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી પીએમ બાદ લાશ પરિવારજનોને સોંપી છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો