Video: અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં ડિટેઇન કરીને મુકવામાં આવેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કલાકોની કડક જહમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે







